HomeGujaratમોરબીમાં ત્રણ શખ્સોએ વેપારી યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબીમાં ત્રણ શખ્સોએ વેપારી યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા અને વેપાર સાથે સંકળાયેલા બિન્ટુભાઈ રજનીકાંતભાઈ ગામી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ મોરબીના શૈલેષભાઈ જસમતભાઈ, અજયભાઈ અને અનિલભાઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદી બિન્ટુભાઈએ જણાવ્યા અનુસાર, તે ગઈકાલના રોજ પોતાના ટાઈલ્સ કટીંગના કારખાને હાજર હતા. તે દરમિયાન આરોપીઓ ક્રેટા કાર (રજી. નં. GJ-36-AC-7822) લઈને ત્યાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ લાકડાના ધોકા વડે બિન્ટુભાઈ પર હુમલો કરી જમણા હાથના કાંડા પાસે ફ્રેક્ચર જેવી ઇજા તેમજ શરીરના વિવિધ ભાગોમાં મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં બિન્ટુભાઈના સાથી પિયુષભાઈ બરાસરાને પણ લાફો મારવામાં આવ્યો હતો.

આરોપીઓએ ફરિયાદી બિન્ટુભાઈને અપશબ્દો બોલી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું અને બાદમાં તેને તેના ઘરે લઈ જઈ બિન્ટુભાઈની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW