HomeGujaratમોરબીમાં નજીવા બાબતે બે શખ્સોએ બે ભાઈઓ પર જીવલેણ હુમલો

મોરબીમાં નજીવા બાબતે બે શખ્સોએ બે ભાઈઓ પર જીવલેણ હુમલો

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલી જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા અને હાલમાં લખધીરપુર રોડ પર લેક્ષેશ સીરામીકમાં રહેતા ભવિનભાઈ વિનોદભાઈ ચૌહાણ નામના યુવાને આરોપી દિનેશભાઇ ચૌહાણ તથા તેનો ભાઇ અને પવો ચૌહાણ સામે સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 14/01ના રોજ બંને ભાઈઓ દૂધ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન શ્રી હરિપાર્ક સોસાયટીના ગેટ પાસે અગાઉ કેતનભાઈને ગાળો આપનાર આરોપી દિનેશભાઈ હાજર હતો. આ બાબતે સમજાવા માટે ભવિનભાઈ તેની પાસે ગયા ત્યારે આરોપી દિનેશભાઈ ચૌહાણ તથા તેના ભાઈ પવો ચૌહાણે બંને ભાઈઓ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

આરોપીઓએ ગાળો બોલી ટાઇલ્સના પથ્થર અને લાકડાના ધોકાથી ભવિનભાઈ અને કેતનભાઈના માથા તથા પગના ભાગે ગંભીર રીતે માર માર્યો હતો. મારામારીમાં બંનેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ દરમ્યાન આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પછી બંને ઘાયલ ભાઈઓને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW