મોરબી જિલ્લામાં સતત વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ આવા તત્વો પાસે રૂપિયા વ્યાજે આપવા કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હોવા છતાં વેપારીઓ કે સામાન્ય લોકો તમામને ખૂબ ઉચા ભાવે રૂપિયા આપી બાદમાં તેના બદલામાં કોરા ચેક, વાહનો મિલકત લખાવી લેતા હોય છે. તેમજ લીધેલ રૂપિયાના બદલા ખૂબ વધુ રકમ વસુલ કરવા છતાં ધાકધમકી આપતા હોય છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કડક એક્શન લેવાય તેવી માંગ ઉઠી છે
હળવદ તાલુકાના ચરાડવામાં રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા નામના વેપારી યુવાનને એક વર્ષ પહેલા ધંધામાં ખોટ આવતા રૂપિયા ઈ જરૂર પડતા ભુપેન્દ્રસિંહ ઝાલા, જયરાજ રાજેશભાઈ ઉર્ફે ચંદુભાઈ પઢીયાર ધરમભારથી ભારતભારથી પ્રતિક ગૌસ્વામી,દીપક જગદીશીભાઈ બાવાજી પાસેથી અલગ અલગ સમય કુલ 15.30 લાખ જેટલી રકમ લીધી હતી અને સમયાન્તરે તેનું વ્યાજ ચુકવણી કરતા હોવા છતાં SBI બેન્કના કોરા ચેક લખવી લીધા હતા તેમ છતાં કડક ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હતા યુવાન અવાર નવાર થતા માનસિક ત્રાસથી કંટાળી ઘર છોડવ પણ મજબુર બન્યો હતો બનાવ અંગે હળવદ પોલીસે વેપારી યુવકની ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

