હળવદ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હારુનભાઈ કાસમભાઈ નામના યુવાને હળવદ પોલીસ મથકમાં આરીફ મહેબુબભાઈ જામ, હેદર નુર મહમદ મોવર ગફુર ઈસાભાઈ કાજેડીયા, અબ્દુલ ઈસાભાઈ કાજેડીયા અને કાસમ ઈસાભાઈ કાજેડીયા સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં આ તમામ આરોપીઓ દ્વારા તા.14/03/2021ના રોજ ઘર પાસે આવેલી આરીફની દુકાન પાસે આ આરોપીઓ દ્વારા છરી ધોકા અને અન્ય હથીયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેની તપાસ કરતા આરોપીઓએ, મૃતક આવેશના નાના ભાઈ ઉમરની મશ્કરી કરી હતી. જે બાબતે આવેશે તેમને ઠપકો આપતા આ રોપીઓ દ્વારા છરી ધોકા વડે હુમલો કરી આવેશની હત્યા કરી હતી. આ બનાવની ફરિયાદ આધારે પોલીસે જે તે વખતે આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.
જે બાદ પોલીસે કેસની ચાર્જ સીટ ફાઈલ કરી આરોપો ઘડતા કેસની ટ્રાયલ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં શરુ થઇ હતી. જેમાં સરકારી વકીલ પી સી જાની દ્વારા પીડિત પરિવાર વતી પોતે કેસ લડ્યા હતા અને કેસ સબંધિત ફરીયાદી અને મુખ્ય સાહેદને તપાસ હત્યા આ ઉપરાંત કેસના તપાસ અધિકારી, કેસ સાથે જોડાયેલા સાક્ષીતેમજ મૃતકની પ્રથમ સારવાર કરનાર તબીબ પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ તેમજ અન્ય તબીબોને તપાસ્યા હતા. આ ઉપરાંત કેસ સબંધિત જરૂરી દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલો અને પુરાવાના આધારે ડિસ્ટ્રિક્ટ જજ પી વી શ્રીવાસ્તવ દ્વારા પાંચમાંથી ચાર આરોપી આરીફ મેહબૂબ જામ, હેદર નુર મહમદ મોવર ગફર ઈસાભાઈ કાજેડીયા અને કાસમ ઇસાભાઈ કાજેડીયા સામે લાગેલા આઈપીસી કલમ 302, 323 147 અને 148 કસુર વાર ઠેરવ્યા હતા અને ચાર આરોપીઓને આજીવન કેદ ફટકારી હતી જયારે કેસની ટ્રાયલ દરમિયાન આરોપી અબ્દુલ ઈસા ભાઈ કાજેડીયાનું અવસાન થતા તેની ટ્રાયલ એબેટ થઇ હતી.