HomeGujaratમોરબીની પોક્સો કોર્ટે અલગ અલગ બે કેસમાં આપ્યો ચુકાદો એક આરોપીને...

મોરબીની પોક્સો કોર્ટે અલગ અલગ બે કેસમાં આપ્યો ચુકાદો એક આરોપીને આજીવન જયારે એકને ૨૦ વર્ષની કેદ ફટકારી

મોરબીની પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મની અલગ અલગ બે  ઘટનામાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી જે બન્ને કેસમાં આરોપી સામેં લાગેલા આરોપ સાબિત થતા કોર્ટે બન્ને કેસમાં સજા સંભાળવી હતી જેમાં એક કેસના આરોપીને આજીવન કેદ અને બીજા એક આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી

મળતી માહિતી મુજબ મોરબીના એક પરિવારની સગીર વયની દીકરીને  વર્ષ 2023માં વિસીપરા વિસ્તારમાં રહેતો સાહિલ ઇલીયાસ ભાઈ કટીયા નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો.અને મોરબી થી વાંકાનેર રાજકોટ અમદાવદ અને મુંબઈ સુધી લઇ ગયો હતો અને અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યું હતું અમદવાદથી રાજકોટ બસમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલે સગીરા ના પરીજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોધાવી હતી જેમાં પોલીસે સાહિલને ઝડપી કોર્ટમાં રજુ કર્યો હતો અને જેલ હવાલે કર્યો હતો તેમજ આ કેસની ટ્રાયલ મોરબી સ્પેશ્યલ પોક્સો કેસમાં ચાલી હતી પોક્સો કોર્ટમાં પોલીસે રજુ કરેલા દસ્તાવેજી પુરાવા સાક્ષીઓના નિવેદન  તેમજ સરકારી વકીલ એન ડી કારિયાની દલીલોના આધારે પોક્સો  કોર્ટના જજ કે આર પંડ્યાએ  આરોપી સાહિલને કસુરવાર ઠેરવી આજીવન કેદ ફટકારી હતી

બીજી એક ઘટનામાં મોરબીની એક સગીરાને જામનગરનો  કિશન કાન્તીભાઈ પાણખાણીયા નામનો શખ્સ   લગ્નની લાલચ આપી  પોતાની સાથે જામનગર લઇ ગયો હતો બાદમાં ત્યાં તેના પર જાતીય હુમલો કરી તેનું શોષણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું 10 દિવસ સુધી સાથે ફરી શારીરિક શોષણ કરી બાદમાં મોરબી જતી ખાનગી ટ્રાવેલ્સમાં બેસાડી ઘરે મોકલી દઈ તરછોડી દિધી હતી જે અંગે  પણ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી પોલીસે કિશન પાણખણીયાની ધરપકડ કરી મોરબી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં પોક્સો કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકારી વકીલ સરકારી વકીલ એન ડી કારિયાની દલીલો ઘટના સબંધિત રજુ કરાયેલ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ ફરિયાદીના નિવેદન  આધારે પોક્સો  કોર્ટના જજ કે આર પંડ્યાએ બાદ કોર્ટે આરોપીએ કસુરવાર ઠેરવી 20 વર્ષની કેદ ફટકારી હતી

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW