HomeGujaratમોરબીમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે સાત શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો

મોરબીમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે સાત શખ્સોએ પિતા-પુત્રને માર માર્યો

મોરબીના વિશીપરા રોહીદાસપરામાં આંબેડકર ચોક નજીક રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસાએ આરોપી જયસુખભાઇ સાવરીયા, જયસુખભાઇના પત્નિ ગુડીબેન, જયસુખભાઇના સાળા અરૂણભાઇ, જયસુખભાઇના સાળાની પત્નિ, જયસુખભાઇના સાસુ, જયસુખભાઇના સાળાની બાજુમા રહે છે તે બહેન અને ભાઈ વિરુદ્ધ સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીરાદી શીવાભાઈના દિકરા અજયભાઇ આરોપી જયસુખભાઇ પાસે ત્રણસો રૂપીયા માંગતા હોય જે શીવાભાઈના દિકરાએ આરોપીને રૂપીયા પરત આપવા બાબતે કહેતા જે સારૂ નહી લાગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પાઈપ તેમજ લાકડી જેવા હથીયાર વડે શીવાભાઈને અને તેના પુત્રને માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW