HomeGujaratમોરબીના મકનસર નજીક હાઈવે પર ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું...

મોરબીના મકનસર નજીક હાઈવે પર ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર મોરબીના ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહીલ અને તેમના પત્ની રંજનબેન ભુપેન્દ્રભાઈ ગોહીલ  આજે વાંકાનેર તરફ માતાજીના દર્શન માટે જતા હતા તે દરમિયાન મોરબીના મકનસર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પુર ઝડપે આવતા ટ્રક સાથે આ દંપતીનું બાઈક અથડાયું હતું. અકસ્માત માં બન્ને દંપતીને ગંભીર ઈજા પહોચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે  રંજનબેન ભુપેન્દ્રભાઈ ગોહિલનું મોત થયા હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી જયારે ઈજાગ્રસ્ત ભુપેન્દ્રભાઈને પણ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા બનાવ અંગે તાલુકા પોલીસની ટીમને જાણ થતા તેઓ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW