HomeGujaratમોરબીમાં જુગારના બે સ્થળે પોલીસના દરોડા, 12 શખ્સો ઝડપાયા

મોરબીમાં જુગારના બે સ્થળે પોલીસના દરોડા, 12 શખ્સો ઝડપાયા

મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી કરતા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને સ્થળેથી મળી કુલ રૂ.56,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળ ધારના નાકાના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે દરોડો પાડી જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા, જયપાલભાઈ મૂળજીભાઈ કુંવરિયા, હિતેશભાઈ રાજુભાઈ મુંધવા, કિશનભાઈ સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ઘોઘાભાઈ વરાણીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11,300 રોકડ કબજે કરી હતી.

આ ઉપરાંત પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલી પરેશભાઈ ગોધાણીની ‘યોર એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં પણ દરોડો પાડ્યો હતો. અહીં જુગાર રમતા પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી, ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડેજા, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી, મેહુલભાઈ રમેશભાઈ બોરડા, સતિષભાઈ મુકેશભાઈ કારેણ, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર અને ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે રૂ.45,200ની રોકડ રકમ કબજે કરી હતી.

બંને દરોડામાં પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડી રૂ.56,500ની રોકડ રકમ જપ્ત કરી હતી. સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW