ડ્રગ્સના દૂષણ સામેની લડાઈને વધુ અસરકારક બનાવવા ગુજરાત પોલીસે રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) સ્થાપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ અંગે આદેશ જારી કરી આગામી સાત દિવસમાં તમામ યુનિટ્સ કાર્યરત કરવા સૂચના આપી છે. આ નિર્ણય અંતર્ગત ANWને વિશેષ ટાસ્ક ફોર્સ તરીકે કાર્યરત કરવામાં આવશે, જે માત્ર NDPS સંબંધિત ગુનાઓની તપાસ અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ટીમને અન્ય કોઈ કામગીરી સોંપવામાં નહીં આવે.

