વાંકાનેરમાં 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાને અચાનક પેરાલીસિસનો હુમલો આવ્યો હતો તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે તાત્કલિક રાજકોટની હોસ્પિટલ ખસેડવા પડે તેમ હતી આવી સ્થિતિમાં સુવિધા યુક્ત 108 ની વાંકાનેર ટીમ ને કોલ જતા તેઓએ તાત્કાલિક જરૂરી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી વૃદ્ધની સારવાર માટે જરૂરી સપોર્ટ આપ્યો હતો અને તાત્કાલિક ઈમરજન્સી સારવાર સાથે વધુ સારવાર માટે રાજકોટ સુધી પહોચાડી તેમનો જીવ બચાવ્યો હતો
વાંકાનેરની સબ ડીસ્ટ્રીકટ સરકારી હોસ્પિટલ થી તાત્કાલિક 108 પર કોલ કરવામાં આવ્યો હતો. ડૉ. જાવેદ સરની માહિતી મુજબ વૃદ્ધની તબિયત ઝડપથી ખરાબ થતી હતી તેમને જણવ્યું હતું કે આ દાદા ની તબિયત વધુ ખરાબ છે આથી તેમને . 108 મા રીફર કરવામાં આવેલ છે આ દરમિયાન 108 ના ERCP ડૉ. જે. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ 108 ટીમ – EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ રવિભાઈ દેવમુરારી – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર શરૂ કરી.
વૃદ્ધને SDH વાંકાનેરથી રાજકોટ લઈ જતી વખતે તેમની તબિયત ફરી એકવાર બગડતાં ટીમે માર્ગમાં જ અગત્યની સારવાર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે તેમને રાજકોટ PDU સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 ઈમર્જન્સી સેવા માત્ર સમયસરની સેવા જ નહીં પરંતુ પ્રાણદાતા સાબિત થઈ રહી છે.

