HomeGujaratહરબટીયાળીમાં ગામના શખ્સે કરેલ જીવલેણ હુમલામાં ઘાયલ વૃદ્ધનું મોત થતા બનાવ હત્યામાં...

હરબટીયાળીમાં ગામના શખ્સે કરેલ જીવલેણ હુમલામાં ઘાયલ વૃદ્ધનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડનાર શખ્સને ગામ લોકોએ ટોક્યો હતો જેનો ખાર રાખીને આ શખ્સ દ્વારા ગામના એક વૃદ્ધ પર લોખંડની પાઇપથી હુમલો કરતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રહેતા જગદીશ છગનભાઈ ઝાપડા નામના યુવકને અગાઉ ગામ લોકો દ્વારા જાહેર મિલકતોમાં નુકસાન ન કરવા બાબત માં ટપારવામાં આવ્યો હતો. જે બાબતનો ખાર રાખીને ગામના વૃધ્ધ બેચરભાઈ જીવણભાઈ નમેરા નામના 75 વર્ષના વૃદ્ધ પર આ શખ્સ દ્વારા લોખંડની તાપી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા બેચર ભાઈના માથાના ભાગે હેમરાજ જેવી ઈ જા પહોંચતા તેઓને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે પોલીસ અગાઉની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW