HomeGujaratમોરબીમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબીમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તાર નોધાયેલી ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં રહેતી એક યુવતી સાથે સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ સ્નેપ ચેટથી કોન્ટેક્ટમાં આવેલા સોહિલ ફિરોઝખાન પઠાણ નામના શખ્સ દ્વારા સૌ પ્રથમ મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીત તેની સાથે રાજકોટમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આયુષ હોસ્પિટલથી તેનું અપહરણ કરી પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં બળજબરી કરી હતી. બાદમાં લગ્ન કરવાની વાત થી ફરી ગયો હતોં ને આ અંગે કોઈને આ અંગે જાણ કરશે તો ફોટો વાયરલ કરવાની અને યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપી સોહિલ પઠાણની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW