હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ઇંગોરાળા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં અમરાપર થી ઇંગોરાળા ગામ જવાના રસ્તે વોંકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા જીગ્નેશભાઇ દેવજીભાઇ કાવર, પ્રવિણકુમાર ઘોઘજીભાઇ કાવર, વિનોદભાઇ બચુભાઇ બારણીયા, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા, લાલજીભાઇ જેરામભાઇ બજાણીયા અને આશારામભાઇ ઘોઘાભાઇ જોગયાણી નામના છ શખ્સોને પોલીસે રોકડ રૂ. 21,300ના મુદામાલ સાથે પકડી પાડી તેની સામે જુગાધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

