દેશભરમાં ગઈ કાલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ તેના ભાઈના હાથમાં રાખડી બાંધી તેની સુરક્ષાની પ્રાર્થના કરી હતી ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ વાહન ચાલકોની સુરક્ષાની કામના સાથે રક્ષા બંધન ઉજવણી કરી હતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની ટી આરબી બહેનોએ બાઈક ચાલકોને રાખડી બાંધી હતી તેને બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવા કાર ચાલકોને સીટ બેલ્ટ બાંધવા ઓવર સ્પીડ વાહન ન ચલાવવા સહિતની અપીલ કરી પોતાની અને અન્ય વાહન ચાલકોની સુરક્ષા જળવાય તેવી અપીલ કરી હતી તેમ જિલ્લા ટ્રાફિક પોલીસ મથકના પી આઈ હંસાબેન ઘેલાએ જણાવ્યું હતું

