HomeGujaratમોરબી મનપામાં નવા વોર્ડ અને વોર્ડ સભ્યોની સંખ્યા જાહેર પ્રથમ વખત ઓબીસી...

મોરબી મનપામાં નવા વોર્ડ અને વોર્ડ સભ્યોની સંખ્યા જાહેર પ્રથમ વખત ઓબીસી માટે બેઠક રીઝર્વ રહેશે

રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરીના રોજ  મોરબી સહીત રાજ્યમાં કુલ 9 જેટલા શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તમામ શહેરમાં કમિશ્નર ડેપ્યુટી કમિશ્નર સીટી ઈજનેર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓની ભરતી થઇ હતી તાજેતરમાં અલગ અલગ શહેરી અર્બન ડેવલપમેન્ટની પણ રચના થઇ ગઈ છે હવે સરકાર દ્વારા અલગ અલગ શહેરના વોર્ડ રચના અને તેના સભ્યોની સંખ્યા અંગે જાહેરાત કરી છે જે મુજબ મોરબી શહેરમાં નગર પાલિકાની જેમ 13 વોર્ડ અને 52 સભ્યો જ રહેશે જોકે આ વખતે તેઓનો મત વિસ્તાર વધશે જેમાં નવા ભળેલા વિસ્તાર પણ સમાવિષ્ટ થશે

મોરબી મહાનગરમાં જે 52 સીટ છે લાંબા સમયથી જે ઓબીસી અનામતને લઈ ચાલતા વિવાદ પૂર્ણ થયા બાદ પ્રથમ વખતે ઓબીસી સીટ પણ અનામત રહેશે આ ઉપરાંત  એસસી સહિતના સભ્યોની પણ સીટ અનામત રહેશે  તેમાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે આ 50 ટકામાં પણ એસ સી ઓબીસીના લાગુ પડતા રોટેશન મુજબ સીટ રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW