HomeGujaratમોરબી જિલ્લાના અલગ-અલગ ત્રણ બ્રિજ પર ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો,...

મોરબી જિલ્લાના અલગ-અલગ ત્રણ બ્રિજ પર ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો, જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર ફરી એકવાર રાજ્યના તમામ વિસ્તારોમાં જૂના જર્જરીત બ્રિજની સ્થિતિ જાણવા જરૂર પડે તો બ્રિજમાં આવન જાવન બંધ કરવા અને જે બ્રિજ જોખમી હોય તેવા બ્રિજના રિપેરિંગ કામગીરી માટે સૂચના આપવા તમામ જિલ્લાના કલેક્ટરોની આપેલા આદેશને પગલે મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા અલગ-અલગ વિભાગમાં આવતા બ્રિજની સ્થિતિ અને અકસ્માત સર્જાય શકે તેવી સ્થિતિ ધરાવતા બ્રીજની વિગત મગાવી હતી અને મોરબી જીલ્લાના ત્રણ મુખ્ય બ્રિજ એવા નેશનલ હાઇવેથી માળિયા શહેર તરફ જતા મચ્છુ નદીનો બ્રિજ વાંકાનેર તાલુકાના કુવાડવા રોડ પર આવેલ બ્રિજ અને હળવદના ટીકર કુડા ધ્રાંગધ્રા બ્રિજ માં રિપેરિંગ કામની જરૂરિયાતનો રિપોર્ટ આવતા ક્લેક્ટર કિરણ ઝવેરી એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ તમામ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. અને તમામ બ્રિજ માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો છે. જેમાં માળિયાના બ્રિજને બંધ કરી કચ્છ કે અમદાવાદથી જામનગર તરફ જવા માગતા ભારે વાહન ચાલકો મોરબી ટંકારા ધ્રોલ થઈને જઈ શકે છે તો  જામનગર થી આવતા વાહનો આમરણ પીપળીયા ચોકડી થી મોરબી થઇને નેશનલ હાઈવે થઈ કચ્છ કે અમદાવાદ જઈ શકશે.
બીજા બ્રીજની વાત કરી એ તો વાંકાનેર કુવાડવા બ્રિજમાં રાજકોટ તરફથી આવતા જતા ભારે વાહનો બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે. હળવદના ટીકર કુડા અને ધ્રાંગધ્રાને જોડતા આ બ્રિજના ઉપયોગ કરતા હળવદ થી આવતા વાહનો માટે  ટીકર થઈને માધવનગર થઈને  આગળ જઈ શકશે જ્યારે માધવ નગર થી આવતા વાહનો ટીકર થઈને હળવદ તરફ જઈ શકશે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW