HomeGujaratમોરબી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સહકારી મંડળીઓ દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ...

મોરબી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સહકારી મંડળીઓ દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું

‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વૃક્ષારોપણ દ્વારા પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કરવાના હેતુ સાથે મોરબી જિલ્લા સહકારી મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા માર્કેટીંગ યાર્ડ – મોરબી, હળવદ, વાંકાનેર, મોરબી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી), લખધીરગઢ સેવા સહકારી મંડળી લી,  મોરબી જુથ સેવા સહકારી મંડળી લી.,  માટેલ જુથ સેવા સહકારી મંડળી લી., નવા ઘનશ્યામગઢ સેવા સહકારી મંડળી લી. અને મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, સેવા/દુધ મંડળીઓના સહયોગથી જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી મંડળીઓ કચેરીના અધિકારી/કર્મચારીઓ, મોરબી જિલ્લાના માર્કેટીંગ યાર્ડ, મયુર ડેરી-મોરબી તથા સહકારી મંડળીઓની સહભાગીતાથી આ આયોજન સફળ બન્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW