હળવદના વેગડવાવ ગામે રહેતા અને મજુરી કરતા ભરતભાઈ ચતુરભાઈ સુરેલાએ આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઇગર રામજીભાઇ સુરેલા, રામજીભાઇ ચતુરભાઇ સુરેલા, વિક્રમભાઇ રામજીભાઇ સુરેલા, શંભુભાઇ કેશાભાઇ સુરેલા, ગુગીબેન રામજીભાઇ સુરેલા, જનકબેન રામજીભાઇ સુરેલા રહે બધા-વેગડવાવ ગામવાળા વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી વિષ્ણુએ ફરીયાદીના ઘરના રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખેલ હોય જે મોટરસાયકલ ભરતભાઈ આઘુ કરવા ગયા હોય ત્યારે આરોપીઓ હાથમાં લોખંડના પાઇપ, ધારીયું, લાકડાના ધોકા ધારણ કરી ભરતભાઈને તથા તેના સાથીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

