HomeGujaratમોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયેના (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ...

મોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયેના (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કેમ્પનું આયોજન

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ 30 ચો.મી થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ. 2,50,000 એમ કુલ મળીને રકમ રૂ. 4,00,000ની સહાય 4(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ. 3 લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર આયોજીત કેમ્પ(મેળા)ઓનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. જે તારીખ:20/05/2025 થી 23/05/2025ના રોજ સમય : સવારે 12 થી સાંજે 4 કલાક સુધી રાખેલ છે.

જે કેમ્પ(મેળા)ઓનું સ્થળ નીચે મુજબ છે.

ક્ર્ર્મસરનામુંતારીખ
1વિસીપરા20/05/2025
2કબીર ટેકરી21/05/2025
3ઇન્દિરા વાસ22/05/2025
4નાની વાવડી23/05/2025



RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW