HomeGujaratજેતપર મચ્છુના તબીબે પ્રસુતાની સફળતાપૂર્વક ડીલેવરી કરાવી

જેતપર મચ્છુના તબીબે પ્રસુતાની સફળતાપૂર્વક ડીલેવરી કરાવી

મોરબી: તા-15/05/25 ગુરૂવારના રોજ જેતપર મચ્છુ ગામ નજીક આવેલ દેવળીયા ગામ વાડી વિસ્તારમાં રહેતા એક મજૂર વર્ગને પ્રસુતિનો દુખાવો ઉપડતા તેઓ દેવળીયા P.H.C. હોસ્પિટલમાં દેખાડવા માટે ગયેલ હતા. ત્યાંના ફરજ બજાવતા ડોક્ટરે દર્દીને તપાસ કરતા તેઓને લાગ્યું કે પ્રસુતિ જોખમી હોવાના કારણે આગળ મોટા હોસ્પિટલે લઈ જવા પડશે માટે 108માં કોલ કરતા ની સાથે જ જેતપર મચ્છુ લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં કોલ મળતા ડ્યુટી પર ફરજ બજાવતા પાયલટ સતિષભાઈ દવે અને ઇ. એમ. ટી. અશ્વિનભાઈ મકવાણા.

તે સમયને ધ્યાનમાં રાખી સાવચેતી પૂર્વક દેવળીયા હોસ્પિટલ ફટાફટ પહોંચી ગયેલ હતા અને ત્યાં દર્દી ને તપાસ કરી બધા Vitals લઈ Online ERCP ડોક્ટર J.D.Patel નાં માર્ગદર્શન મુજબ બધી પ્રાઇમરી સારવાર આપીને 108 એમ્બ્યુલન્સમાં લઈને ત્યાંથી નીકળી ગયેલ હતા, પરંતુ 108 ના સ્ટાફને એવું લાગ્યું કે હાઈ રિસ્ક ડીલેવરી હોવાના કારણે આપણે પહેલા નજીકના જેતપર મચ્છુ જે CHC હોસ્પિટલ આવેલ છે ત્યાં દેખાડી દઈ ચેકઅપ કરાવી લઈએ CHC જેતપર મચ્છુ હોસ્પિટલે પહોંચતાની સાથે જ ત્યાં ફરજ પરના ડોક્ટર રાહુલ પરમાર ડ્યુટી પરના સિસ્ટર પ્રિયંકા ડામોર સ્ટાફ અને 108 સ્ટાફ ભેગા મળીને પ્રસૂતાની સફળતાપૂર્વક 108 એમ્બ્યુલન્સની અંદર જ સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હાલ માતા અને બાળક બંને જેતપર મચ્છુ ની C.H.C. હોસ્પિટલમાં દાખલ છે ખરેખર હોસ્પિટલ નો સ્ટાફ ને 108 ના સ્ટાફે ભેગા મળીને પ્રસુતાની નોર્મલ ડીલીવરી કરાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW