મોરબીના જેતપર ગામે ગૌશાળા સામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમારે GJ-36-W-0645 નંબરના રિક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળી સી.એન.જી. ઓટો રીક્ષા સાપર થી જેતપર જતા રોડ પર પુરઝડપે અને ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી આગળ જતા વાહનનું ધ્યાન રાખ્યા વગર ચલાવી કાવુ મારી આગળ જતી GJ-36-AC-8581 નંબરની સ્વીફ્ટ કારના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીને માથામાં તથા વાંસામાં તથા પગમાં ગંભીર તથા મુંઢ ઇજા કરી તથા રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

