HomeGujarat23 એપ્રિલે વાંકાનેરના કોઠી તથા 24 એપ્રિલે મોરબીના આમરણ પી.એચ.સી ખાતે કેન્સર...

23 એપ્રિલે વાંકાનેરના કોઠી તથા 24 એપ્રિલે મોરબીના આમરણ પી.એચ.સી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે

મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 23/04/2025 બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા. 24/04/2025 ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે 9:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સરના રોગ અંગેના નિદાન અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી વિવિધ કેન્સર રોગના નિષ્ણાંત ડોકટર સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓની આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ જાહેર જનતાને આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW