હળવદના રાતાભેર ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચુનીલાલ પટેલની વાડીએ રહેતા અને મૂળ છોટા ઉદેપુરના વતની ગોપાલભાઈ છગનભાઇ તડવી નામના યુવકને તેની પત્નીએ ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતા યુવકને મનોમન લાગી આવતા પોતાની જાતે વાડીએ જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સરકારી સીવીલ હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.