મોરબી જીલ્લામાં ગઈકાલના રોજ “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” યોજવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ ડ્રાઇવ દરમ્યાન વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-422 વાહનો ચેક કરવામાં આવ્યા, નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેસ-19, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેસ-12, લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેસ-23, રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ- 07 ગુના રજીસ્ટર કરવામાં આવ્યા તેમજ અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ- 03 ગુના રજીસ્ટર કરવામાં આવ્યા, વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ 207 મુજબના 19 વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ રૂ.- 45,300નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.