મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા, કિશનભાઇ લાભુભાઇ પાટડીયા, સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા અને મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયાને પોલીસે કુલ રૂ.- 10,150ના મળેલ મુદામાલ સાથે પકડી લઇ આ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.