HomeGujaratમોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં ગત તારીખ:- 28/03/2025ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સમીક્ષા કરી જિલ્લામાં વર્ષ 2022-23 અને 2023-24ના અંતે નિર્ણીત થયેલ બ્લેક સ્પોટ પર રોડ એન્જિનિયરિંગને લગતા જરૂરી સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા. ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં માર્ગ અકસ્માતોમાં 18% ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022માં 235 માર્ગ અકસ્માતોની સામે વર્ષ 2024માં 191 માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા આર.ટી.ઓ., શિક્ષણ, આરોગ્ય, આર.&બી. અને નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW