રાજ્યમાં સતત વધી રહેલી ગુનાખોરી અને અવાર નવાર ગુના કરવા ટેવાયેલા લોકોને કાયદાનું ભાન કરાવવા રાજ્ય પોલીસ વડા એ તમામ જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ કમિશ્નરને કરેલા આદેશને પગલે રાજ્યભરમાં આવા ગુનેગારોના લીસ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની ગેર કાયદે મિલકત તોડી પાડવા અને જરૂર પડે આરોપી સામે પાસા સહિતની કડક એક્શન લેવા કરેલા આદેશને પગલે મોરબી જિલ્લામાં લગભગ 186 જેટલા આવા અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમના સામે એક્શન એલ્વામાં આવી રહ્યા છે ત્યારે હળવદ પોલીસ મથક વિસ્તારમાં પણ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તથા પી.એ.ઝાલાના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મથક ગામની હદ વિસ્તારમાં રોહિત વાઘજીભાઇ પરમાર તથા ચતુર વાઘજીભાઇ પરમાર તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઉપરોક્ત બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તથા કેબીન બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી આજરોજ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપેલ છે.જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960/ નું દબાણ કરી પાકી દુકાનો_4 બનાવેલ અને કેબિન રાખેલ જે જગ્યાએ ડિમોલિશન કરેલ છે.