HomeGujaratહળવદના ઘનશ્યામપુરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

હળવદના ઘનશ્યામપુરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના ઘનશ્યામપુર ગામમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતાં પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાન પર દરોડો પાડતા ત્યાં જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (રહે. ઘનશ્યામપુર, તા. હળવદ), વિજયસિંહ કરણસિંહ ઝાલા (રહે. કોયબા, તા. હળવદ) તેમજ સોમાભાઈ વાલાભાઈ સોલંકી (રહે. ઘનશ્યામપુર, તા. હળવદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 51,300ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW