માળિયા તાલુકાના મોટી બરાર ગામે ગૌસેવાના લાભાર્થે તા. 22-03-2025ને શનિવારના રોજ 8-30 કલાકે રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ – પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો આ રામામંડળનો લાભ લેવા આયોજક દેવદાનભાઈ રવાભાઈ હુંબલ અને રણજીતભાઈ દેવદાનભાઈ હુંબલ દ્વારા જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.