મોરબી શહેરના દરબાર ગઢ ના ચોક ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે ગત તા આજે તારીખ 6 માર્ચને ગુરૂવારના રોજ મોરબી દાઉદી વ્હોરા સમાજના મોરબી ખાતે ના આમીલ સાહેબ શેખ મૂરતઝા ભાઈ યમાની દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને આશરો મળી શકે અને પાણી તેમજ ખોરક મળે તેવા આશયથી આશરે ૨૫૦ થી પણ વધુ બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવેલ હતા આ તમામ કાર્યકમ નું આયોજન દાઉદી વ્હોરા સમાજના પી.આર .ઓ ઝુજર ભાઈ અમીન દ્વારા કરવામાં આવેલ હતું

