મોરબીના ચાંચાપર ગામે રહેતા અરવિંદભાઇ કેશવજીભાઇ સનીયારા નામનો યુવાન ગત તા.-15/02/2025ના રોજ સવારના સમયે પોતાની વાડીએ ગયો હતો. ત્યાં ખેતરમાં ચણાનું વાવેતર કર્યું હતું. તેમા ધાસ થઇ ગયેલ હોય તે ધાસ બાળવાની દવા પાણીમાં ઓગાળેલ હોય તે ભુલથી પી જતા તેને સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પીટલના આઇ.સી.યુ. વોર્ડમાં દાખલ કરેલ અને સારવાર દરમ્યાન ગત તા.- 04 માર્ચના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી છે.

