મોરબી જિલ્લાના હળવદમાં પોલીસે 7 ડીસેમ્બર ના રોજ ભાજપ આગેવાન હેમાંગ રાવલના ભાઈ અજય રાવલના ગોડાઉનમાં દરોડો પાડી 1400થી બોરી સરકારી સબસીડાઈઝ ખાતરનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો જે બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલ લઇ તપાસ કરવામાં આવતા તે સરકારી હોવાનું સાબીત થતા 21 ડીસેમ્બરના રોજ તેના વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અજયભાઈ ભુપેન્દ્રભાઈ રાવલ, રાજસ્થાનના બારમેર જીલ્લાના કવરરામ ડાઉ રામ જાંટ,કારુભાઈ ખોડુભાઈ મુંધવા, ચેતનભાઈ દીલુભાઈ રાઠોડ અને જયદીપ હરજીવનભાઈ તારુંબીયા સામે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તમજ આવશ્યક ચીજ વસ્તુનો અધિનિયમ અંતર્ગત ફરિયાદ પણ નોધાઇ હતી જોકે આ ફરિયાદ થયાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પોલીસના લાંબા હાથ આ ખાતરના કોભાંડિયા સુધી પહોચી શક્યા નથી રાજકીય વગ ધરાવતા આ આરોપીસુધી પોલીસ કેમ પહોચી શકી નથી તેને લઇ હળવદ પંથકમાં પોલીસ ની કામગીરી સામે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે
બીજી તરફ ખુદ આરોપીઓ આગોતરા જામીન મેળવવા અલગ અલગ કોર્ટમાં હવાતિયા મારી રહ્યા છે અગાઉ સ્થાનિક કોર્ટમાં આગોતરા જામીન ન મળતા હાઈકોર્ટમાં પહોચ્યા હતા જ્યાં આજે તેમની અરજી પર હિયરીંગ થયું હતું જોકે હાઈકોર્ટ દ્વારા આજે તેના પર નિર્ણય આપ્યો નથી જેથી આગામી મુદતમાં અરજી પર નિર્ણય આવે તેવી શક્યતા સેવાઈ રહી છે