હળવદમાં આવેલી સદભાવના શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાં રહી ધોરણ 10 અભ્યાસ કરતા એક સગીર છાત્રને આ હોસ્ટેલમાં રહેતા અને ધોરણ 12 માં અભ્યાસ કરતા અન્ય સાથીઓએ આડેધડ કમરપટ્ટાથી ઢોર મારમાર્યો હતો. જેના કારણે છાત્રને હાથ પગ પીઠના ભાગે તેમજ મોઢા પર નાની મોટી ઈજા પહોચી હતી બનાવ અંગે સગીરે તેના પરિવારને જાણ કરતા સગીરના વાલીઓ હોસ્ટેલ દોડી ગયા હતા અને બાળકની સ્થિતિ જોઈ રોષે ભરાયા હતા અને હળવદ પોલીસ મથકે પહોચ્યા હતા જોકે બાદમાં શાળા સંચાલકો એ દરમિયાન ગીરી કરી વાલીઓને ફરિયાદ ન કરાવવા અને માર મારનાર છાત્ર સામે ગંભીર એક્શન લેવાની ખાતરી આપી હતી વાલીઓને સમજણ બાદ અંતે પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું
જોકે જે શાળામાં બાળકોને વાલીઓ ફી ભરીને ભણવા મોકલે છે હોસ્ટેલમાં પણ તેની યોગ્ય કાળજી લેવાય તેવી આશાએ મસમોટી ફી ભરતા હોય ત્યારે આ રીતે હોસ્ટેલમાં ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ આ બાબતે દરમિયાન ગીરી કરશે કે કેમ તે જોવાનું રહ્યું