ટંકારાના નવા અભરાપર શીતળામાતાની ધાર પાસે રહેતા અને મૂળ એમપીના વતની રમેશભાઇ ધુલીયાભાઇ બામણીયા (ઉ.વ-19) નામનો યુવક તેનું GJ-10-AS-9123 નંબર બાઈક ત્રણ સવારીમાં લઈને નિકળતા સજનપર ગામથી હડમતીયા તરફના રોડ કેનાલથી આગળ વળાંક નહી વળતા રોડની સાઇડની બાજુ સ્લીપ ખાઇ રોડ સાઇડના લોખંડના બોર્ડ સાથે ભટકાઇ જતા ઢસડાઇને જમીન પર પડતા યુવકનેને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તથા સાહેદને સામાન્ય ઇજા થતા ટંકારા સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.