HomeGujaratમોરબીમાં વાહન આપવાની ના પાડતા યુવક પર લાકડાના ધોકાથી હુમલો

મોરબીમાં વાહન આપવાની ના પાડતા યુવક પર લાકડાના ધોકાથી હુમલો

મોરબીના સામાકાંઠે આવેલી શાંતિવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ કરૂણાશંકર મહેતાએ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઘુંટુ રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલ ઉર્ફે બાવલો કાંતિભાઈ પાડલિયાએ તેમની પાસે એક્ટિવા વાહન માંગ્યું હતું. જોકે નરેન્દ્રભાઈએ વાહન આપવાનો ઇનકાર કરતાં આરોપીને મનદુઃખ થયું હતું.

આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીને અશ્લીલ ગાળો આપી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકા વડે માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW