રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતદાન થઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ અલગ અલગ ચૂંટણી થઇ રહી છે જેમાં હળવદ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી વાંકાનેર નગર પાલિકા માટે મધ્યસ્થ ચૂંટણી જયારે ચન્દ્રપુર અને સરવળ તાલુકા પંચાયતની સીટ માટે મતદાન થઈ રહ્યું છે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રકિયા શરુ થઇ હતી જોકે હાલ તમામ બેઠકમાં મતદાન ધીમું જોવા મળ્યું છે પ્રથમ બે કલાકની વાત કરીએ તો વાંકાનેર નગર પાલિકા મઘ્યસ્થ ચૂંટણી પ્રથમ બે કલાક 3 .12 ટકા મતદાન, 5 વોર્ડ માં 675 પુરુષ અને 284 સ્ત્રી મતદાર મળી કુલ 959 મતદારો એ મતદાન કર્યું હતું તો હળવદ નગર પાલિકામાંપ્રથમ બે કલાકમાં 7.58 ટકા મતદાન નોધાયુ હતું હળવદમાં પ્રથમ બે કલાકમાં 1351 પુરુષ જયારે 730 સ્ત્રી મતદારો મળી કુલ 2081 મતદાતાઓએ તેના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો
વાંકાનેર અને માળિયા તાલુકા પંચાયતની 1-1 બેઠક માટે થઇ રહેલા મતદાન ની વાત કરીએ તો સરવડમાં પ્રથમ બે કલાકમાં 6.59 ટકા જયારે ચંદ્રુપુર બેઠકમાં પ્રથમ બે કલાકમાં 9.43 ટકા મતદાન નોધાયું હતું