મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે લીલાપર કેનાલ રોડ બોરીયાપાર્ટી ભાડીયાની વાડી નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી મુકેશભાઈ લખમણભાઇ નકુમના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેના રહેણાંક મકાનમાંથી કુલ 72 ઇંગલિશ દારૂની બોટલ કુલ રૂ.- 48, 456ના મળેલ મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા અન્ય મુદ્દામાલ આપનાર ઇસમ ઈશ્વર ઉર્ફે બાલો કરસનભાઈ કણઝારીયાનું નામ સામે આવ્યું હતું. સીટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.