માળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ અલગ-અલગ ખાનગી બાતમીના આધારે માળીયાના નાજ રોડ લાઇન્સ, માળીયા મીંયાણા હાઇવે તથા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી અલગ-અલગ પ્રોહીબીશનની સફળ રેઇડો કરવામાં આવી હતી. જે રેડો દરમિયાન કુલ 800 લીટર દેશીદારૂ કુલ રૂ. 1,60,000ના જથ્થા સાથે બે ઇસમો તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક રહે. હાલ-વીસીપરા, તા.જી. મોરબી, અને પારસભાઇ દિનેશભાઇ સોલંકી રહે. શોભેશ્વર રોડ, મફતીયાપરા, ઇરોજ કારખાના સામે, મોરબીવાળાને પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.