મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રોયલ એવન્યુ સોસાયટી પાસે આવેલ રાજીવભાઈ પટેલની વાડીમાં રહેતા અને મૂળ દાહોદના વતની બળવંતભાઈ શનાભાઈ પસાયા (ઉ.વ.35) એ આરોપી મેરૂભાઇ રામજીભાઈ ભુમ્મરીયા રહે. વિરપર અને કિશોરભાઈ ધનજીભાઈ ટમારીયા રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બળવંતભાઈ સાહેદની વાડીએ હાજર હોય તે દરમ્યાન આરોપીઓ ફરીયાદીની વાડીમાં સ્કોર્પીઓ ગાડી લઈ ફરીયાદી પાસે આવી ફરીયાદીને ડરાવી ધમકાવી ખેતીવાડી જમીન છોડી જતુ રહેવા માટે ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ છરી તથા પેન્ટના નેફામા ભરાવેલુ હથીયાર જેવુ સર્ટ ઉંચો કરી બતાવી બન્ને આરોપીઓએ ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી ફારીયાદીની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી ડરાવી ધમકાવી જમીનનો કબ્જો કરી લેવાની કોશીશ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તે બને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.