વાંકાનેર પંચાસર રોડ પાસે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલાએ આરોપી સંજયભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (પતિ), ચેતનભાઇ પરસોત્તમભાઇ વાઘેલા ( દિયર), કાન્તાબેન પરસોત્તમભાઇ વાઘેલા (સાસુ)વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને તેના પતિ તથા સાસુ દિયરએ અવાર-નવાર નાની નાની બાબતો તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણાટોણા મારી અવાર-નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.