Monday, February 17, 2025
HomeGujaratવાંકાનેરના વઘાસિયા પ્રા.શાળાની છાત્રા વાર્તાલેખન સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમે આવી

વાંકાનેરના વઘાસિયા પ્રા.શાળાની છાત્રા વાર્તાલેખન સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમે આવી

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ જીસીઇઆરટી,ગાંધીનગર પ્રેરિત ‘NIPUN BHARAT Mission’  અંતર્ગત  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ દ્વારા આયોજિત  સૌરાષ્ટ્ર-૧ ઝોનકક્ષા વાર્તા સ્પર્ધા (વાર્તા કથન )- વર્ષ ૨૦૨૪-૨૫, વિભાગ – 2, પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3 થી 5) માં  વઘાસિયા પ્રાથમિક શાળા તા. વાંકાનેર જી. મોરબી ધોરણ – ૪ માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ ફિરોઝભાઈ એ સમગ્ર સૌરાષ્ટ્ર-૧ ઝોન કક્ષામાં પ્રથમ  નંબર મેળવ્યા હતા.મેહવિસ માથકિયાએ પોતાના પરિવાર, શાળા, તથા વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યુ છે. મેહવિસ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-૧ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. મેહવિસ મુળ રાણેકપર તા. વાંકાનેર ગામની વતની છે. મેહવિસ ના મમ્મી વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષીકા તથા પપ્પા કલેકટર કચેરી મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW