મોરબી શહેરના સીટી બી-ડીવીઝન પોલીસની હદમાં આવતા એક વિસ્તારની સગીરાને તેના જ વિસ્તારના એક પરણિત ઢગાએ પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ શખ્સે સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાના પરિજન દ્વારા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરની નજીક રહેતી એક મહીલાના ઘરે આવતો જતો 23 વર્ષીય શખ્સ કૌશિક કિરણ રાઠોડ નામના પરણિત શખ્સે આ વિસ્તારની એક સગીરાને પ્રેમજાળ માં ફસાવી હતી. બાદમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ શખ્સ સાથે સગીરાએ સંપર્ક કાપી નાખતા અને તેને પણ સંપર્ક કરવાની ના પાડી હતી. જેથી આ શખ્સે સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાના પરિવારજને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. બનાવની ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટની વિવિધ કલમ દુષ્કર્મ તેમજ અપહરણની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

