મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે હળવદના મયુરનગર ગામની સીમમાં આવેલ ભાનુભાઈ ચંદુભાઈ ડાંગરની કબજા વાળી વાડીમાં દરોડા પાડ્યો હતો. જે સ્થળેથી 938 ઇંગલિશ દારૂની બોટલ તથા 264 બિયર ટીન મળી કુલ રૂ.- 7,91,446 નો મળેલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યા હતો. રેડ દરમિયાન આરોપી ભાનુભાઈ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઈ ડાંગર સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.