Monday, February 17, 2025
HomeGujaratવાંકાનેરમાં નકલી ઓઇલનું વેચાણ કરતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેરમાં નકલી ઓઇલનું વેચાણ કરતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેર શહેરમાં હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં નકલી યુરિયા ઓઈલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દરોડો પાડી આરોપી દીપકકુમાર રામબહાદુર કશ્યપ, રહે.બીજલીપુર પોસ્ટ. કટરા શંકર તા.જી.બલરામપુર (યુ.પી) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ રામદેવ એન્ટરપ્રાઇઝ યુરીયા નામની આવેલ કેબીનમાં, ફુઆરામ મુલારામ જાટ, રહે.પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ તા.ગુડામલાણી જી.બાડમેર (રાજસ્થાન) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ગોપાલ હોટલ નામ હોટલમાં તા.વાંકાનેર અને રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા રહે. સમઢીયાળા તા.વાંકાનેર વાળાને ટાટા ડીઇએફના નકલી સ્ટીકરનો ઉપયોગ કરી નકલી યુરિયા ઓઇલનું વેચાણ કરતા ઝડપી લઈ યુરિયાની 14 ડોલ કિંમત રૂ. 14 હજાર, પાઇપ સાથેની નોઝલ પાઇપ તેમજ ટાંકીમાં ભરેલ 200 લીટર યુરિયા સહિત 27 હજારનો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW