મોરબી જિલ્લાના અતિ પછાત એવા માળિયા મિયાણા તાલુકામાં વર્ષોથી શાળા અને શિક્ષકોની ઘટ્ટ છે જેના કારણે દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. મોટા ભાગની શાળામાં શિક્ષકોની ઘટ્ટ છે કેટલીક શાળા તો એવી છે જ્યાં સમગ્ર શાળા એક અથવા બે શિક્ષકથી ચાલે છે અને તેઓને શૈક્ષણિક કામગીરીની સાથે વહીવટી કામગીરી ઉપરાંત સરકાર દ્વારા અલગ અલગ તાયફા કરવમાં આવે છે તે કામગીરી પણ કરવી પડે છે જેના કારણે બાળકોનું શિક્ષણ કાચું રહે છે પ્રાથમિક શિક્ષણ એ શૈક્ષણિક કારકિર્દીનો પાયો છે હવે આ પાયો જ નબળો હોય તો તે બાળકોની કારકિર્દી રૂપી ઈમારત જ નબળી બનવાની ત્યારે અ મુદે માળિયા મિયાણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી ખાલી જગ્યા ભરવા સરકારમાં ડીમાંડ મુકવા અને જ્યાં સુધી જગ્યા ન ભરાઈ ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરી છે