મહારાષ્ટ્રના ભંડારામાં સેનાનાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં આજે સવારે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા હતા અને 7 ગંભીર રીતે ઘાયલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વિસ્ફોટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આકાશમાં ઊડતો ધુમાડો પણ ઘણા કિલોમીટર દૂરથી દેખાતો હતો.
ભંડારાના કલેક્ટર સંજય કોલ્ટેએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સવારે 10:30 વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટને કારણે છત તૂટી પડી છે, જેને JCBની મદદથી હટાવાઇ રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે 13-14 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ જવાહર નગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના LTP (લોંગ ટર્મ પ્લાનિંગ) વિભાગમાં થયો હતો. વિસ્ફોટ સમયે સેક્શનમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અકસ્માતમાં 13-14 લોકો છત નીચે ફસાયા હોવાની માહિતી છે.
જવાહર નગર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીના RKR બ્રાન્ચ વિભાગમાં આ વિસ્ફોટ થયો હતો. RDX અહીં બનાવવામાં આવે છે. તેમાં જ વિસ્ફોટ થયો હતો. મૃત્યુઆંક વધવાની આશંકા છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો, તે સંપૂર્ણપણે નાશ પામી છે. અહીં ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને અત્યાધુનિક લેબોરેટરી પણ
ભંડારાની આ ફેક્ટરીમાં સેના માટે અનેક પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં એસિડથી લઇને અનેક પ્રકારના વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. અહીં ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને અત્યાધુનિક લેબોરેટરી પણ છે. નાનાં હથિયારોમાં વપરાતો વિસ્ફોટક સ્પેરિકલ પાઉડર પણ અહીં બનાવવામાં આવે છે. આ પાઉડરનો ઉપયોગ સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. તે 1960થી નાગરિકોને આપવાનું શરૂ થયું હતું.

