હળવદના ગ્રામ્ય અને શરૂ શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીજીવીસીએલની 10 જેટલી ટીમો વીજ ચેકિંગ કરી રહી છે. જેમાં વિજચોરી ઝડપીને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે વહેલી સવારે હળવદ તાલુકાના મિયાણી ગામે પીજીવીસીએલની ટીમ ચેકિંગ સુરક્ષા કર્મીઓ સાથે જુદા જુદા મિટરોની ચેકીંગ દરમિયાન ગ્રામજનો સાથે ઘર્ષણ થયું હતું અને જેનો વિડિયો વાયરલ પણ થયો છે અને આ મામલે પીજીવીસીએલના નાયબ ઈજનેરે હળવદ પોલીસ મથકે મહિલા સહિત ચાર સામે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
હળવદ પોલીસ મથકે પીજીવીસીએલના નાયબ ઈજનેર નિલેશ ખેતરપાલે ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવાયું છે કે, મિયાણી ગામે વિજ ચેકીંગ દરમિયાન પ્રકાશભાઈ રંભાણી તેમજ ચતુરભાઈ રંભાણી, એક અજાણ્યો પુરુષ અને એક અજાણી મહિલા આમ કુલ ચાર લોકો સાથે મળીને પીજીવિસીએલની ટીમ તેમજ એસઆરપી જવાનો સાથે ઘર્ષણ કર્યું કરીને ગાળા ગાળા કરી હતી. જે બાબતે પોલીસ મથકે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં એસઆરપી જવાન સાથે લાકડી વડે હુમલો કરવાનો પ્રયત્ન થાય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
હળવદ પોલીસ મથકે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયાં બાદ આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને મિયાણી ગામે આ બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.