હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ-અલગ ટીમ બનાવી બંને ઇસમો મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને પાસા તળે ડિટેઇન કરી અમદાવાદ/વડોદરા જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.