Monday, February 17, 2025
HomeGujaratમોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ ₹ 1200 કરોડ મંજુર

મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ ₹ 1200 કરોડ મંજુર

મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે ₹ 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે જોકે હજું પણ અનેક રોડ રસ્તાની કામગીરી બાકી હોય જેથી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ ₹ 1200.00 કરોડ મંજૂર કર્યા છે….

આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ ગૃહ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે.રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજીસ, અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન વિ. ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે..એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW