HomeGujaratમોરબીના ત્રાજપર ખારી પાસે જૂની અદાવતમાં યુવક સહિત બે વ્યકિત પર ધારિયા-કુહાડીથી...

મોરબીના ત્રાજપર ખારી પાસે જૂની અદાવતમાં યુવક સહિત બે વ્યકિત પર ધારિયા-કુહાડીથી હુમલો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ધીરૂભાઈ સુરેલાએ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તેઓ અને તેમનો મિત્ર દીપક દેથરીયા ત્રાજપર ખારી ચોરા પાસે હાજર હતા ત્યારે આરોપી રાધવ ઉર્ફે હકાભાઈ કુંવરીયા, કપીલ કુંવરીયા, રોહિત ઉર્ફે બાડો ટીડાણી અને દિકુ કોળી ત્યાં આવી પહોંચ્યા હતા.

આરોપીઓએ દીપક દેથરીયાને પોતાના ભત્રીજા ચીન્ટુ સાથે ઝઘડો કેમ કર્યો તે મુદ્દે બોલાચાલી શરૂ કરી ગાળો આપી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા આરોપીઓએ દીપક પર ધારિયાથી હુમલો કર્યો હતો. ગોવિંદભાઈ વચ્ચે પડતા તેમની પર પણ ધારિયા અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના ડાબા હાથની ત્રીજી આંગળી કપાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુ વડે પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW